Thursday, 21 July 2016

આસુસે લૉન્ચ કર્યું દુનિયાનું પહેલું લિક્વિડ કૂલિંગ ટેકનોલોજીવાળું લેપટોપ

ગેજેટ ડેસ્ક: તાઇવાનની સ્માર્ટફોન અને લેપટૉપ બનાવનારી કંપની આસુસે ભારતમાં દુનિયાનું પહેલું લિક્વિડ-કૂલિંગ ટેકનોલોજીવાળુ લેપટૉપ લૉન્ચ કર્યું છે. એનું નામ ROR GX700 છે જ્યારે એની કિંમત રૂ.  4,12,990 છે. આની સાથે જ કંપનીએ ROG Strix GL502 ગેમિંગ લેપટૉપ પણ લૉન્ચ કર્યું છે.



શું છે લિક્વિડ કૂલિંગ ટેકનોલોજી...
લિક્વિડ કૂલિંગ ટેકનોલોજીમાં ખરેખર તો કોઈ લિક્વિડ વપરાતુ નથી. આ ટેકનોલોજીમાં એક હિટ પાઈપનો ઉપયોગ કરવામાં આવે છે જે ડિવાઈસમાં ઇનબિલ્ટ હોય છે. આ હિટ પાઈપ કૉપર વાયરથી બનેલી હોય છે જે હિટ ઓછી કરવામાં મદદ કરે છે. આની પહેલા આવી ટેકનોલોજી લુમિયા 950XL અને એક્સ્પીરિયા Z5 પ્રીમિયમનો વપરાઈ હતી. ROR GX700 દુનિયાનું પહેલું એવું લેપટૉપ છે જેમાં આ ટેકનોલોજી ઉપયોગ થયો છે.


ROR GX700 ના ફિચર્સ-
આ કંપનીના પ્રીમિયમ ગેમિંગ લેપટૉપનો ભાગ છે. આ હાઈડ્રો ઓવરક્લૉકિંગ સિસ્ટમ કૂલિંગ મૉડ્યૂલ સાથે આવે છે, જેમાં ડ્યુઅલ 92mm  રેડિએન્ટસ છે. કંપનીનો દાવો છે કે આ 500W સુધીની હિટને દૂર કરી શકે છે.

આસુસે લૉન્ચ કર્યું દુનિયાનું પહેલું લિક્વિડ કૂલિંગ ટેકનોલોજીવાળું લેપટોપ

ROR GX700માં 6th જનરેશન Intel 'Skylake' Core i7-6820HK પ્રોસેસર છે જે 2.7GHz ની સ્પીડે કામ કરે છે. આમાં 16GB DDR4 રેમ છે જેને 64 GB સુધી વધારી શકાય છે. લેપટૉપમાં ગ્રાફિક્સ માટે vidia GeForce GTX 980 GPU આપવામાં આવ્યું છે.

આસુસે લૉન્ચ કર્યું દુનિયાનું પહેલું લિક્વિડ કૂલિંગ ટેકનોલોજીવાળું લેપટોપ


ROG Strix GL502ના ફિચર્સ-



આમાં 15.6 ઇંચનો ડિસ્પ્લે છે જે 4K UHD ડિસ્પ્લે સાથે આવે છે. બેસ મૉડલની કિંમત રૂ. 1,27,990 છે. બેસ મૉડલ ફુલ-HD ડિસ્પ્લે અને Intel Core i7-6800HQ પ્રોસેસર સાથે આવે છે. ગ્રાફિક્સ માટે આમાં  Nvidia GeForce GTX970M GPU આપેલુ છે. આમાં બંને લેપટૉપ ઓનલાઈન અને ઓફલાઈન રિટેલ સ્ટોર્સ પર અવેલેબલ થશે.


http://www.onlinenewspaper.co.in/2016/07/%e0%aa%86%e0%aa%b8%e0%ab%81%e0%aa%b8%e0%ab%87-%e0%aa%b2%e0%ab%89%e0%aa%a8%e0%ab%8d%e0%aa%9a-%e0%aa%95%e0%aa%b0%e0%ab%8d%e0%aa%af%e0%ab%81%e0%aa%82-%e0%aa%a6%e0%ab%81%e0%aa%a8%e0%aa%bf%e0%aa%af/
#ટકનલજવળ_લપટપ

No comments:

Post a Comment