Friday, 29 July 2016

EXCLUSIVE: દલિતોને ફટકારનાર 8 આરોપીઓના ચહેરા આવ્યા સામે

રાજકોટ : ઉનાના દલિત અત્યાચાર કાંડમાં અત્યાર સુધી 22 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. સીઆઇડી ક્રાઇમ દ્વારા આરોપીઓની વિગતો મીડિયા સમક્ષ આવી ના જાય એ માટે ભારે ગુપ્ત રીતે તપાસ હાથ કરવામાં આવી રહી છે. હજુ સુધી વીડિયોમાં મારતા દેખાતા ચહેરાઓ સિવાય કોઇ આરોપીનો ફોટો બહાર આવ્યો નથી. divyabhaskar.com દ્વારા 22માંથી 8 આરોપીઓના ફોટો શોધી કાઢ્યા  છે. જોકે, એ 8માંથી કયા આરોપીનો ફોટો કયો છે એ તપાસ ચાલી રહી છે. 40થી વધુના કહેવાતા ગૌરક્ષકોના ટોળાંએ સતત સાડા ત્રણ કલાક સુધી જાહેરમાં દલિતોને ઢોર માર માર્યો હતો
સમગ્ર પ્રકરણને લઇ સીઆઇડી ક્રાઇમ ગુપ્ત રાહે તપાસ કરી રહી છે. આ મામલે સ્થાનિક પોલીસ હોય કે પછી સીઆઇડી કોઇ પણ વ્યક્તિ કંઇ બોલવા તૈયાર નથી. આરોપીના નામ કે તસવીરો આપવા સુધ્ધાં તૈયાર નથી, સુત્રોના કહેવા પ્રમાણે સરકારની સુચના છે કે આરોપીના ચહેરા બને ત્યાં સુધી જાહેર ન કરવા પરંતુ અમુક ચહેરા સામે આવી ગયા છે.


આ છે ઝડપાયેલા 22 આરોપીઓના નામ


શરૂઆતમાં જ 16 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. ગઇકાલે ચાર અને આજે સવારે વધુ બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે.


1) રમેશ ભગવાન જાદવ

2)  રાકેશ રસિક જોશી

3)  નાગજી ડાહ્યા વાણિયા

4)  પ્રમોદગિરી રમેશગિરી ગોસ્વામી

5)  બળંવતગીરી (બળદેવ)ગોસ્વામી

6)   નિલેશ માનભાઇ ગોહિલ

7) સતિશ નરોતમ પરમાર

8) મહંમત સુફી મુસ્તાક નાયા

9) ભરત ઝાલમભાઇ ગોહિલ

10)  જયદેવસિંહ પ્રતાપસિંહ ગોહિલ

11) ખાટુ હમીરભાઇ ગોહિલ

12) સુમિતભાઇ મેરુભાઇ ગોહિલ

13) પ્રતાપભાઇ ગોહિલ

14) વિક્રમસિંહ માલભા ગોહિલ

15) અજિતસિંહ કરણસિંહ ગોહિલ

16) દીપક વિઠ્ઠલ શિયાળ

17) વિપુલ ગોહિલ

18)  વિન ગોહિલ

19) બાબુ ગોહિલ

20) ભાવેશ ગોધાણી

21) મિતુલ

22માં આરોપીની ધરપકડ કરાઈ છે તેનું નામ બહાર આવ્યું નથી.


આગળ જુઓ, કથિત ગૌરક્ષકોની કેટલીક તસવીરો જે સોશિયલ મીડિયામાં ફરી રહી છે. આ તસવીરો સોશિયલ મીડિયામાં ફરી રહી છે. એને ઉનાકાંડ સાથે સંબંધ છે કે નહીં એવી કોઇ જાણકારી નથી.

http://www.onlinenewspaper.co.in/2016/07/exclusive-%e0%aa%a6%e0%aa%b2%e0%aa%bf%e0%aa%a4%e0%ab%8b%e0%aa%a8%e0%ab%87-%e0%aa%ab%e0%aa%9f%e0%aa%95%e0%aa%be%e0%aa%b0%e0%aa%a8%e0%aa%be%e0%aa%b0-8-%e0%aa%86%e0%aa%b0%e0%ab%8b%e0%aa%aa%e0%ab%80/
#8_આરપ, #દલત

No comments:

Post a Comment