Wednesday, 20 July 2016

'જો નહીં સાંભળો તો જોવા જેવી થશે,' દલિત નેતાની ધમકીથી CM થંભી ગયા

રાજકોટ: ઉનાના સમઢીયાળા ગામમાં ચાર દલિત યુવાનો પર આચરવામાં આવેલા અત્યાચારને લઇ આજે સીએમ આનંદીબેન પટેલ પીડિતોની મુલાકાત લેવા રાજકોટ સિવિલ હોસ્પિટલ આવી પહોચ્યાં હતાં. ત્યારે મુલાકાત બાદ આનંદીબેન પટેલ પોતાની ગાડી તરફ જઇ રહ્યા હતા, ત્યારે દલિત આગેવાન અશ્વિનભાઇ ચૌહાણે ઉગ્ર થઇ ધમકી આપતા હોય તેમ બોલી ઉઠ્યા હતા કે, "જો નહીં સાંભળો તો જોવા જેવી થશે." આ શબ્દો સાંભળતા જ આનંદીબેન પટેલ ઉભા રહી ગયા હતા.

પીડિતોને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સરાવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ત્યારે આનંદીબેન પટેલ આજે બુધવારે પીડિતોને મળવા રાજકોટ હોસ્પિટલ દોડી આવ્યાં હતાં. પરંતુ, જતી વખતે દલિત આગેવાન અશ્વિનભાઈ ચૌહાણે તેમની ગાડીના દરવાજા પાસે ઉભા રહી ઉગ્ર રજઆત કરી હતી. બાદમાં પોલીસે તેની અટકાયત કરી હતી. તેમજ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે પીડિતોને 4-4 લાખની સહાય કરવાની જાહેરાત કરી હતી.


સીએમની જીભ લપસી, દર્દીને કાનથી દેખાતું નથી!


પત્રકાર પરિષદમાં મુખ્યમંત્રી આનંદીબેનની જીભ લપસી હતી.તેમણે કહ્યું કે, એક દર્દીએ રજૂઆત કરી છે કે, તેમને કાનથી દેખાતું નથી...! મુખ્યમંત્રીની જીભ લપસતાં ત્યાં ઉપસ્થિત અધિકારીઓ અને હોદ્દેદારો હાસ્ય ગળી ગયા હતા.


16 આરોપીઓની ધરપકડ કરાઇ, 30 દિવસમાં ચાર્જશીટ તૈયાર કરાશે


આનંદીબેન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, 16 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને 307ની કલમ લગાડવામાં આવી છે. 30 દિવસમાં આ કેસની ચાર્જશીટ તૈયાર કરવામાં આવશે. તેમજ આ બનાવની હું નિંદા કરૂ છું અને શાંતિ જાળવવા માટે અપીલ કરૂ છું. પીડિતોની તકલીફ દૂર કરી સુરક્ષા પૂરી પાડવામાં આવશે. આ કેસ સીઆઇડી ક્રાઇમને સોંપવામાં આવ્યો છે. તેમજ સીએમએ ભાંગરો વાટતા કહ્યું હતું કે, કાનમાં ઓછું દેખાય છે.


સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં લાગ્યા આનંદીબેન હાય હાયના નારા


આનંદીબેન પટેલ આજે પીડિતોને મળવા રાજકોટ સિવિલ હોસ્પિટલ આવ્યા હતા. ત્યારે દલિતોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. જેમાં એક પ્રૌઢે 'આનંદીબેન હાય-હાય'ના નારા લગાવતા પોલીસે તેની અટકાયત કરી હતી.


પીડિત ચાર યુવાનો રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લઇ રહ્યા છે સારવાર

ઉનાના સમઢીયાળા ગામના રમેશ સરવૈયા, વશરામ સરવૈયા, અશોક સરવૈયા અને બેચર સરવૈયાને ગૌરક્ષકોએ ઢોર માર માર્યો હતો. જેને ઉનાની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ગત રવિવારે ખસેડ્યા હતા. આ ચારેય યુવાનોની મુલાકાત લેવા સીએમ આનંદીબેન પટેલ આવી રહ્યા છે.



પીડિત ચાર યુવાનો રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લઇ રહ્યા છે સારવાર


ઉનાના સમઢીયાળા ગામના રમેશ સરવૈયા, વશરામ સરવૈયા, અશોક સરવૈયા અને બેચર સરવૈયાને ગૌરક્ષકોએ ઢોર માર માર્યો હતો. જેને ઉનાની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ગત રવિવારે ખસેડ્યા હતા. આ ચારેય યુવાનોની મુલાકાત લેવા સીએમ આનંદીબેન પટેલ આવી રહ્યા છે.


CM આવવાના હોય હોસ્પિટલ થઇ ચોખ્ખી


મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પીડિતોની મુલાકાત લેવાના હોય ત્યારે સિવિલ હોસ્પિટલને એકદમ સાફ કરી નખી છે. દર્દીઓએ જણાવ્યું હતું કે, અગાઉ ક્યારેય હોસ્પિટલ આવી રીતે સાફ કરવામાં આવી નથી.


દર્દીઓ હેરાન-પરેશાન


સિવિલ હોસ્પિટલના તમામ ગેટ બંધ કરાતા દર્દીઓને પારાવર મુશ્કેલી પડી રહી છે. દર્દીઓ હેરાન-પરેશાન થઇ ગયા છે.

http://www.onlinenewspaper.co.in/%e0%aa%9c%e0%ab%8b-%e0%aa%a8%e0%aa%b9%e0%ab%80%e0%aa%82-%e0%aa%b8%e0%aa%be%e0%aa%82%e0%aa%ad%e0%aa%b3%e0%ab%8b-%e0%aa%a4%e0%ab%8b-%e0%aa%9c%e0%ab%8b%e0%aa%b5%e0%aa%be-%e0%aa%9c%e0%ab%87%e0%aa%b5/
#CM, #દલત, #ધમક, #નત

No comments:

Post a Comment